સફેદ દાગની સુજોક થેરાપી દ્વારા સારવાર| Leucoderma Treatment by Sujok Therapy
સફેદ દાગની સુજોક થેરાપી દ્વારા સારવાર| Leucoderma Treatment by Sujok Therapy

૧૨-૧૩ વર્ષનો એક કિશોર. અચાનક જ તેના પગ પર સફેદ દાગ દેખાવા શરૂ થયા. મા-બાપ મુંઝાયા. મારી પાસે લાવ્યા અને પૂછે છે - સુજોકમાં આનો ઇલાજ છે? મેં હળવું હસીને તેની નિદાનની પ્રક્રિયા શરૂ કરી. મારી ત્યારે સુજોકમાં શરૂઆત જ. માંડ દોઢેક વર્ષ થયું હશે. સુજોક થેરાપીની એક ખૂબી છે. નિદાન એકદમ સ્પષ્ટ, સચોટ કરી શકાય. નિદાન સાચું થાય પછી સારવારમાં કોઇ ખામી રહે ખરી?
મને જણાયું કે તેના લીવરની ઊજા<માં ડ્રાયનેશ અને હીટ ઊજા<ઓના પ્રવાહ અસંતૂલિત થયા છે. તેના હાથ પરના જૈવિક મેરિડિયનોમાંથી લીવરના મેરિડિયમ પર સુજોક સ્ટીમ્યૂલેટર્સ વડે માત્ર લીવર હીટ તોનિફિકેશન અને લીવર ડ્રાયનેશ સેડેશનની સારવાર શરૂ કરી. પહેલાં જ અઠવાડિયે મુખ્ય ડાઘનું ક્ષેત્રફળ ઘટેલું અને તેનો રંગ સફેદને બદલે લાલ થયાનું જણાયું. અન્ય નાના નાના ડાઘતો જતા પણ રહેલા!
લગભગ ૩૫ જેટલી સારવારને અંતે એ કિશોર સંપૂર્ણ સ્વસ્થ હતો - ખુશ હતો. મા-બાપના આનંદની તો કોઇ સીમા જ નહીં! આજે એ યુવાન થઇ ગયો છે. કોઇ જ નિશાન નથી.
ફૂલછાબ ૧૯/૧૧/૨૦૦૪
Labels:
Leucoderma-સફેદ દાગ
No comments:
Post a Comment