બધાં જ રોગોનું મુળ - કબજિયાત- સુજોક થેરાપી| Treat Constipation by Sujok Therapy

આપણને થતી રોજિંદી તકલીફોમાંથી મોટાભાગની તકલીફોનું મૂળ કબજિયાત હોય છે. કબજિયાતનું મૂળ છે આપણી જીવન શૈલીમાં! સુજોકના શાસ્ત્ર મુજબ, સવારે ૫ થી ૭ દરમિયાન મોટા આંતરડામાં ઉર્જાનું મહત્તમ સંકેન્દ્રિકરણ હોય છે. તેથી આ સમય દરમિયાન જ નિત્ય કર્મો પતાવવાનું આયોજન આપણાં યોગિક અને આયુર્વેદના શાસ્ત્રોમાં પણ છે જ! આધુનિક જીવનશૈલીમાં આપણે સવારે ઊંઘમાંથી જાગીએ ત્યારે મોટા આંતરડાનો સમય વીતી ચૂક્યો હોય છે, પરિણામે કુદરતી રીતે પેટ સાફ થતું જ નથી!
સુજોક થેરાપીના પ્રાથમિક સ્તરે જ કબજિયાતનો અકસીર ઉપાય શક્ય છે. જો આ સારવારથી પરિણામ ન મળે તો જ ઉચ્ચ સ્તરે જવાની જરૂર રહે છે. મોટાભાગે તો તાત્કાલિક પરિણામ મળે છે. તેથી, જે મિત્રોને આ સારવારની અમે ભલામણ કરીએ તેમને એ પણ સૂચના આપીએ કે આજુબાજુ પ્રસાધનની સુવિધા હોય તો જ સારવાર લેજો...
આકૃતિમાં બતાવ્યા મુજબ તીરની દિશામાં અંગુઠો, આંગળી, પેન્સીલ કે બોલપેનના પાછળના બુઠ્ઠા ભાગ કે સુજોકના સાધન પ્રોબ વડે હળવો મસાજ સતત કરતા રહેવાથી ગમે તેટલી જુની કબજિયાત હશે, પરિણામ મળશે જ.
ફૂલછાબ ૦૫/૧૧/૨૦૦૪
આપણને થતી રોજિંદી તકલીફોમાંથી મોટાભાગની તકલીફોનું મૂળ કબજિયાત હોય છે. કબજિયાતનું મૂળ છે આપણી જીવન શૈલીમાં! સુજોકના શાસ્ત્ર મુજબ, સવારે ૫ થી ૭ દરમિયાન મોટા આંતરડામાં ઉર્જાનું મહત્તમ સંકેન્દ્રિકરણ હોય છે. તેથી આ સમય દરમિયાન જ નિત્ય કર્મો પતાવવાનું આયોજન આપણાં યોગિક અને આયુર્વેદના શાસ્ત્રોમાં પણ છે જ! આધુનિક જીવનશૈલીમાં આપણે સવારે ઊંઘમાંથી જાગીએ ત્યારે મોટા આંતરડાનો સમય વીતી ચૂક્યો હોય છે, પરિણામે કુદરતી રીતે પેટ સાફ થતું જ નથી!
![]() |
બધાં જ રોગોનું મુળ - કબજિયાત- સુજોક થેરાપી| Treat Constipation by Sujok Therapy |
આકૃતિમાં બતાવ્યા મુજબ તીરની દિશામાં અંગુઠો, આંગળી, પેન્સીલ કે બોલપેનના પાછળના બુઠ્ઠા ભાગ કે સુજોકના સાધન પ્રોબ વડે હળવો મસાજ સતત કરતા રહેવાથી ગમે તેટલી જુની કબજિયાત હશે, પરિણામ મળશે જ.
ફૂલછાબ ૦૫/૧૧/૨૦૦૪
Labels:
Constipation-કબજિયાત
No comments:
Post a Comment