આંખમાંથી સતત પાણી નીકળે છે- સુજોક થેરાપી| Watering Eyes Treatment by Sujok Therapy
આંખમાંથી સતત પાણી નીકળે છે- સુજોક થેરાપી| Watering Eyes Treatment by Sujok Therapy

માત્ર અઢી વર્ષનો એક બાળક. ડાબી આંખમાંથી સતત પાણી નીકળ્યા કરે. આંખના સર્જને નાની સર્જરીની ભલામણ કરેલી. આંખમાંથી વધારાનું પાણી નાકમાં ઉતરી જાય એ માટે એક શુક્ષ્મ કાણું કુદરતે રાખ્યું છે. કોઇ કારણોસર આ કાણું પુરાઇ ગયેલું અને પછીતો આંખ સતત તરબતર જ રહે! તેમના માતા-પિતા સાથે જુનો સ્નેહનો નાતો. મારી પાસે લાવ્યા. કહે, કે જો સુજોકથી થતું હોય તો દવા કે સર્જરી કરાવવી નથી જ. તેઓને મારા શબ્દો પર પૂર્ણ ભરોસો કે: માનવને થતી કોઇપણ પ્રકારની શારીરિક - ભાવનાત્મક - માનસિક સ્તરની તકલીફાથી સુજોક થેરાપી દ્વારા મુક્તિ મેળવી શકાય છે.
આ બાળક ડોક્ટરોથી ખૂબ ડરે. મેં કહ્યું કે જો, હું ડોક્ટર નથી. મારી પાસે બાળકોને મારવાની સોય જ નથી! અમે તેનું નિદાન કરીને તેને ગમે તેવી જ નિકિત્સા કરવાનું નક્કી કર્યું.
શારિરીક સ્તરે, આંખના વિસ્તાર પર રંગ-વિકિત્સા, પ્રકાશ ઉપકરણ વડે ચિકિત્સા તથા ઊર્જા ના સ્તરે પણ રંગ-ચિકિત્સા, એમ ત્રિવિધ રીતે સારવાર આપી.
શરૂઆતના થોડા દિવસ તો અમને ખાસ મચક ન આપી. પરંતુ પછી પાણી નીકળવાનું પ્રમાણ, તેનો સમયગાળો ઘટતો ગયો અને પછી સાવ જ સામાન્ય આંખ થઇ ગઇ. તેની આંખોમાં ડર-જુગુપ્સાના ભાવો હતા તેની જગ્યાએ ફરીથી બાળ-સહજ ચમક નિતરવા લાગી!
ફૂલછાબ ૧૨/૧૧/૨૦૦૪
Labels:
Eye-આંખ
No comments:
Post a Comment