ડિપ્રેશનની સુજોક સારવાર| Depression Treatment by Sujok Therapy
ડિપ્રેશનની સુજોક સારવાર| Depression Treatment by Sujok Therapy
ડિપ્રેશનમાં પણ સુજોક!
![]() |
(ડિપ્રેશનની સુજોક સારવાર| Depression Treatment by Sujok Therapy) |
ડિપ્રેશનમાં પણ સુજોક? હા, એકદમ અકસીર !
મારા એક પરમ મિત્રનો એક સાંજે અચાનક ફોન આવ્યો. "હિમાંશુભાઇ, મારા શ્રીમતિની હાલત ખૂબજ ખરાબ છે. હું એમને લઇને આવું છું મારી વાટ જોજો."
એ બહેન ડિપ્રેશનની ઊંડી ગર્તામાં - છતાં સંપૂર્ણ સભાન! "શું થાય છે?" ના જવાબમાં કહે, "મને અંદરથી સતત કોઇ એમ કહે છે કે તું મરી જા. મારે નવું શરીર જોઇએ છે. આ શરીર છોડી દે... છોડી દે...! મારે શું કરવું તે સમજાતું નથી! મને એમ થાય છે કે હું કંઇક કરી બેસીશ. મને આમાંથી બહાર કાઢો ... મને બચાવો.."
સતત રડતો નિસ્તેજ ચહેરો, ફરિયાદયુક્ત સ્વર... મેં સુજોકના વિજ્ઞાન મુજબ નિદાન કર્યું કે આ બહેનને ભાવનાત્મક સ્તરે કોઇ મોટી ઠેસ પહોંચી છે અને દુ:ખની ગર્તામાં ધકેલાઇ ગયાં છે.
દુ:ખને આનંદ જ દૂર ભગાડી શકે. અને એ બહેન પોતાની મેળે આનંદ માણવાની સ્થિતિમાં નહોતા... શું કરવું? શું થઇ શકે?
મારા સિવાય બીજું કોઇ પણ કંઇ બોલે તો ભડકી જતાં હતાં- એટલે બીજા કોઇ બોલીને તેમને આનંદમાં લાવી શકે એ વાતમાં પણ કંઇ માલ નહીં. તેમના હાથને પણ અડવાની ઘસીને ના પાડી દીધી એટલે સુજોક એકયુપ્રેસર-એકયુપંકચર, મેગ્નેટના ઉપચાર, રંગ ચિકિત્સા બધાના દરવાજા બંધ થઇ ગયેલા. સાચા સુજોક નિષ્ણાંતની અહીંજ ખરી કસોટી થઇ જાય છે.
મેં આ બહેનને સુજોકની ડાયમંડ એનર્જી સિસ્ટમમાં મુદ્રા ચિકિત્સાનો ડોઝ આપવાનું નક્કી કર્યું. તેમના નિદાન મુજબ તેમને આનંદની ભાવાત્મક ઊર્જા આપવાનું જરૂરી હતુંં. તેમની હાલત જોતાં એકલ દોકલ વ્યકિત દ્વારા અપાતી ઊર્જા પણ કદાચ અપૂરતી રહેશે તેવું મેં નક્કી કર્યું અને મારી આખી ટીમને મારા રૂમમાં ભેગી કરી. (સદ્દનસીબે, તેઓ આવ્યાં અને તેમની સાથેની નિદાન માટેની વાતચીત દરમિયાન મારા પાંચેક ટીમ મેમ્બર અનાયાસ જ મારા સેન્ટર પર આવી પહોંચ્યા હતા.)
વચ્ચે એ બહેનને બેસાડયાં. તેમને પોતાના હાથથી તેમની પોતાની તરફ રહે એ રીતે અને અમે બધાં ચારે બાજુથી સુજોક પ્રમાણેની આનંદ મુદ્રા (જુઓ આકૃતિ) તેમની પર કેન્દ્રીત થાય એ રીતે રાખી ઊભા રહ્યાં. ઓરડામાં સંપુર્ણ શાંતિ. ફોનનું રીસીવર પણ ક્રેડલ પરથી નીચે મુકી દીધું જેથી કોઇ ખલેલ ન પહોંચે.
બે-ત્રણ મિનિટ આમજ વીતી ગઇ. પેલાં બહેન મુદ્રા સાથે પણ સતત હિબકાં ભરે. અચાનક તેઓ એકદમ શાંત થઇ ગયા. આંસુ - હીબકાં બંધ થયા. ફરીથી એકાદ મિનિટ પસાર થઇ.
અચાનકજ તે અટ્ટહાસ્ય કરવા લાગ્યા!
મેં સહુને ઇશારાથીજ શાંત રહેવા જણાવ્યું- અમારૂં મુદ્રા દ્વારા ઊર્જાનું કેન્દ્રીકરણ ચાલુજ હતું.
એકાદ મિનિટ ખૂબ હસ્યા બાદ એ બહેન સતત બે મિનિટ સુધી લગાતાર ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડયાં!
ત્યાર બાદ ધીમે ધીમે એકાદ મિનિટે ક્રમશઃ તેઓ શાંત થયા. બીજી એક મિનિટ વીતી, તેઓએ માથું ઊંચું કર્યું. આશ્વર્યથી મારી સામે અને પછી ફરતે ઊભેલા મિત્રો સામે જોઇ રહ્યા - કહે: "તમે બધાં કેમ મારી ફરતે આ રીતે ઊભા છો? મને શું થયું છે?"
બસ, તુરંતજ મેં મુદ્રા બંધ કરાવી દીધી. ત્યાર પછી કયારેય તેમને ડિપ્રેશનનો આવો એટેક આવ્યો નથી!
ડિપ્રેશનનો અન્ય એક વિશિષ્ટ કિસ્સો વાંચવા આવતા લેખો વાંચવાજ રહ્યા.
ફૂલછાબ ૨૬/૧૧/૨૦૦૪
Labels:
Depression-ડિપ્રેશન
No comments:
Post a Comment