ખીલની સારવાર-સુજોક થેરાપી| Sujok Treatment for Pimples/Acne
ખીલની સારવાર-સુજોક થેરાપી|Sujok Treatment for Pimples
![]() |
ખીલની સારવાર-સુજોક થેરાપી| Sujok Treatment for Pimples |
ચહેરા પર યુવાની (ખીલ) ફૂટી નીકળી છે?
ટીન-એજ એટલે ઊર્જાનો દાવાનળ! આ ઉંમરે શરીરનો સ્વસ્થ વિકાસ થાય છે. શરીર સુડોળ બને છે. એમ કહેવાય છે કે “બારે બુધ્ધિ, સોળે સાન અને વીશે વાન!” પરંતુ આ વાન કાયમી થાય એ પહેલાં તેને ગ્રહણ લાગવા માંડે છે - ખીલના સ્વરૂપે! કોઇ કોઇના ચહેરા તો એવા થઇ જાય છે; જાણે ચંદ્રની સપાટી!
હું શાળા-કોલેજોમાં સુજોક થેરાપીના વ્યાખ્યાન આપવા જઉં ત્યારે વિદ્યાર્થી ભાઇ-બહેનોનો એક સામાન્ય પ્રશ્ન હંમેશાં સામે આવે - સુજોક થેરાપીમાં ખીલનો કોઇ ઉપાય છે?
મારા મિત્રો, જરા દિલ થામ કે બૈઠો. હવે પછી તમને હું તમારા દુશ્મન સમાન, તમારા ચહેરાને ખેડેલા ખેતર જેવો કરી મૂકનાર અસાધ્ય ગણાતી તકલીફ - ખીલનો ખૂબજ સરસ, સરળ અને બધાંને ગમે તેવો ઉપાય બતાવીશ.
તમારે માત્ર આટલું જ કરવાનું. તમારે તમારા ગાલ પર લાલ ગુલાબની પાંખડીઓ લગાવી દેવાની! - અલબત્ત, સુજોક થેરાપીના ગાલ પર.
સુજોક થેરાપીમાં માથું એટલે અંગૂઠો. ખીલ ક્યાં થાય? - ગાલ પર. ગાલ ક્યાં છે? - માથામાં. માથું ક્યાં છે? - અંગૂઠામાં...!
હા, અંગૂઠા પરના ગાલના વિસ્તાર પર આ લાલ ગુલાબની પાંખડીઓ સાદા દોરા વડે હળવેથી બાંધી દઇ શકાય. પાંખડીઓ સાવ સુકાઇ જાય, કરમાઇ જાય ત્યારે બદલી નાંખવી. આમ થોડા દિવસ કરી જુઓ અને અનુભવો સુજોકનો કરિશ્મા...!
જો સારૂં થાય તો મને જરૂર પત્ર(Contact), ફોન(9426818630), ઇ-મેઇલ(sujoktrust@rediffmail.com) થી જાણ કરજો.
પરંતુ જો સારૂં ન થાય, તો પણ નિરાશ નહીં થશો. જો તમારા શરીરમાં ઊર્જા વહનની વધુ પ્રમાણમાં અસમતુલા થઇ હશે તો આવા સાદા ઉપચારથી પરિણામ ન પણ મળે! આવા સંજોગોમાં સુજોક નિષ્ણાત પાસે જઇ યોગ્ય નિદાન કરાવીને નિયમિત સારવાર કરાવશો તો જરૂર સારૂં થશે જ.
તો, યુવા મિત્રો, બેસ્ટ ઓફ લક!
ફૂલછાબ ૨૯/૧૦/૨૦૦૪

Labels:
Pimples-ખીલ
No comments:
Post a Comment